દિલોં કો જીતને કા ફન જો તુજમેં હૈ, કહીં નહીં
3-3-1926 થી 7-3-2012
ફિલ્મોની દુનિયા પણ અજબ હોય છે. અહીં કોઈ શું બનવા આવે છે અને શું બની જાય છે! ગઈ કાલે ૭ મી માર્ચ, ૨૦૧૧ ના દિવસે જેમનું અવસાન થયું એ સંગીતકાર રવિ ઉર્ફે રવિશંકર શર્મા અસલમાં દિલ્હીથી મુંબઈ આવેલા ગાયક તરીકે નસીબ અજમાવવા. સંગીતકાર હેમંતકુમાર/ Hemant kumar સાથે સંગીત સહાયક તરીકે જોડાયા. તેમને સ્વતંત્ર સંગીતકાર બનાવવાનું શ્રેય પણ હેમંતકુમારને જ જાય છે. ૧૯૭૧માં ભારત સરકાર તરફથી રવિને 'પદ્મશ્રી'નો ખિતાબ એનાયત થયો.
તેના ઘણા વરસો પછી હેમંતકુમારને આ એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી ત્યારે હેમંતકુમારે તે સ્વીકારવાનો (યોગ્ય રીતે) ઈનકાર કર્યો હતો. કલમ પર પણ રવિએ હાથ અજમાવ્યો. ગીતો પણ ગાયાં. છતાંય તે મશહૂર થયા સંગીતકાર તરીકે. તેમણે સંગીતબદ્ધ કરેલાં અનેક ગીતો ખરા અર્થમાં ગલીએ ગલીએ ગૂંજ્યાં અને હજીય ગૂંજી રહ્યાં છે. અન્ય સંગીતકારોની સરખામણીએ તેમનો સ્ટ્રાઈક રેટ જબરદસ્ત કહી શકાય એવો રહ્યો. છતાંય એ હકીકત નોંધવા જેવી છે કે મોટા ગણાતા સ્ટાર માટે તેમનાં ગીતોનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થયો. સાહિર લુધિયાનવી (૧૯ ફિલ્મો), શકીલ બદાયૂંની (૧૬ ફિલ્મો), એસ.એચ.બિહારી (૧૦ ફિલ્મો), રાજેન્દ્ર કૃષ્ણ (૨૧ ફિલ્મો) , પ્રેમ ધવન (૧૦ ફિલ્મો) જેવા શક્તિશાળી શાયરો સાથે તેમણે જે સંખ્યામાં ફિલ્મો કરી, એટલી આટલા વિવિધ શાયરો સાથે આ સંખ્યામાં બહુ ઓછા સંગીતકારોએ કરી હશે.
તેમનાં અતિ પ્રસિદ્ધ ગીતો વિષે ઘણું લખાશે. ક્યારેક અહીં પણ તેના વિષે વાત કરીશું. ગયા વરસે ઊર્વીશે
લીધેલા તેમના અંતરંગ ઈન્ટરવ્યૂ દરમ્યાન થયેલી અનેક વાતો અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.
http://urvishkothari-gujarati.blogspot.in/2012/03/blog-post_08.html
પણ આ પોસ્ટમાં રવિ/ Ravi ના ઓછા જાણીતા ઉપર જણાવેલા પાસાં ઉજાગર કરવાનો ઈરાદો છે. રવિએ લખેલાં મોટા ભાગનાં ગીતો આપણે સાંભળ્યા હશે, તેને ગણગણ્યા હશે, પણ એ રવિની કલમમાંથી નીપજ્યાં હશે એ ખ્યાલ ભાગ્યે જ હશે. પહેલાં સાંભળીએ રવિએ લખેલાં થોડાં ગીતો. ૧૯ ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યાં હતાં, જેમાં ફિલ્મદીઠ મોટે ભાગે એક યા બે ગીતો હતાં.
http://urvishkothari-gujarati.blogspot.in/2012/03/blog-post_08.html
પણ આ પોસ્ટમાં રવિ/ Ravi ના ઓછા જાણીતા ઉપર જણાવેલા પાસાં ઉજાગર કરવાનો ઈરાદો છે. રવિએ લખેલાં મોટા ભાગનાં ગીતો આપણે સાંભળ્યા હશે, તેને ગણગણ્યા હશે, પણ એ રવિની કલમમાંથી નીપજ્યાં હશે એ ખ્યાલ ભાગ્યે જ હશે. પહેલાં સાંભળીએ રવિએ લખેલાં થોડાં ગીતો. ૧૯ ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યાં હતાં, જેમાં ફિલ્મદીઠ મોટે ભાગે એક યા બે ગીતો હતાં.
હેમંતકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં આ ગીત 'અરબ કા સૌદાગર'/Arab ka Saudagar (1956) નું છે, જેના સંગીતકાર છે હેમંતકુમાર. આ ફિલ્મમાં રવિ હેમન્તકુમારના સહાયક હતા.
લતા મંગેશકરે ગાયેલું આ ગીત છે ફિલ્મ અલબેલી/ Albeli (૧૯૫૫)નું.
રવિ લિખિત આ ગીત હતું ફિલ્મ 'ચિરાગ કહાં રોશની કહાં/ Chirag Kahan Roshni Kahan (૧૯૫૯) નું, જેને ગાયું હતું લતા મંગેશકરે.
હેમંતકુમાર અને લતા મંગેશકરે ગાયેલું આ અદભુત ગીત હતું 'એક સાલ' / Ek saal (૧૯૫૭) નું.
ફિલ્મ 'દસ લાખ'/ Dus Lakh (૧૯૬૬) નું આ ગીત હજી આજે પણ ટ્રેનમાં ભીખ માંગવા આવતા ભિક્ષુકોના મોંએ સાંભળવા મળે છે.
ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને કોઈ અંધ ભિક્ષુકના ઘેઘુર કંઠે ફિલ્મ 'એક ફૂલ દો માલી' / Ek phool Do mali (૧૯૬૯) નું આ ગીત સાંભળવા મળે એટલે અનાયાસે જ આપણો હાથ આપણા ખિસ્સા તરફ જતો રહે.
'ધડકન'/ Dhadkan (૧૯૭૧) ફિલ્મનાં આ બન્ને ગીતો રવિએ પ્રેમ ધવનની સાથે લખેલાં છે.
ફિલ્મ 'ઘટના' / ઘટના (૧૯૭૪) નું આ લતા મંગેશકરે ગાયેલું આ ગીત પણ રવિએ લખેલું હતું.
રવિની કલમનો પરિચય મેળવી લીધા પછી હવે તેમના કંઠનો પરિચય મેળવીએ. હેમંતકુમારના સંગીત નિર્દેશનમાં ફિલ્મ 'આનંદમઠ'/ Anandmath (૧૯૫૦) ના 'વંદે માતરમ' ગીતમાં તેમણે પહેલી વાર સમૂહગાન કર્યું. એ પછી બારેક ફિલ્મોમાં તેમણે ગાયક તરીકે ગીતો ગાયાં હતાં. આ ગીત સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેમની પહેલવહેલી ફિલ્મ 'વચન'/ Vachan (૧૯૫૫) નું છે, જેમાં સાથે છે આશા ભોંસલે.
આ ગીત પણરવિએ આશા ભોંસલે સાથે ગાયું છે, જેની ફિલ્મ છે ઉસ્તાદોં કે ઉસ્તાદ/ ustadon ke ustad (૧૯૬૩)
'એક ફૂલ દો માલી' / Ek phool Do mali (૧૯૬૯) નું આ ગીત પણ રવિએ ગાયું હતું.
આ ગીત ફિલ્મ 'પડોસી'/ Padosi (૧૯૭૧) નું છે.
આ દુર્લભ ગીત છે ફિલ્મ 'ઉમ્મીદ'/ Ummeed (૧૯૭૧)નું.
રવિએ કુલ ૧૧૧ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. બધું મળીને તેત્રીસ જેટલા ગીતકારોના શબ્દોને તેમણે સંગીતબદ્ધ કર્યા. હિંદી ઉપરાંત અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું. એક કન્નડ ફિલ્મ લવલેટર/Love Letter માં તેમણે સંગીત આપેલું, તેમાંનું આ ગીત.
એક તેલુગુ ફિલ્મ સારેગમલૂ/Sarigamaloo માં પણ તેમણે સંગીત આપેલું. આ ફિલ્મનું એક ગીત યેસુદાસના સ્વરમાં.
કુલ છ પંજાબી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. આમાંની એક ફિલ્મ 'સજ્જન ઠગ'/Sajjan Thug નું આ ગીત મહંમદ રફી અને આશા ભોંસલેએ ગાયું છે.
આ ઉપરાંત તેમણે બારેક મલયાલમ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું, જેનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય થયાં. નોંધવા જેવી બાબત એ છે કે મલયાલમ ફિલ્મોમાં તેમણે 'રવિ બોમ્બે' કે 'બોમ્બે રવિ'ના નામે સંગીત આપેલું. આવી એક ફિલ્મ પંચાગ્નિનું ગીત, જે યેસુદાસે/Yesudas ગાયેલું છે.
બે ગુજરાતી ફિલ્મો ‘ઘેર ઘેર માટીના ચૂલા’ અને ‘વેરની વસૂલાત’માં પણ તેમણે સંગીત આપેલું, જેનાં ગીતો ધીરુબહેન પટેલે/ Dhiruben Patel લખેલાં. બન્ને ફિલ્મોમાં સાત સાત એમ કુલ ચૌદ ગીતો હતાં.
‘ઘેર ઘેર માટીના ચૂલા’ ફિલ્મનું આ ગુજરાતી ગીત યેસુદાસના અવાજમાં.
પ્રાદેશિક ફિલ્મો ઉપરાંત હિંદી ટી.વી.શ્રેણી 'કાનૂન'માં પણ તેમણે સંગીત આપેલું.
આ સાદી અને સરળ ધૂનોના સર્જક અને એવા જ સ્વભાવના માલિક એવા આ સદાબહાર સંગીતકારને હાર્દિક શ્રદ્ધાંજલિ.
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
दिवंगत आत्मा को भावभीनी श्रद्धांजलि !!!
ReplyDeleteશ્રી બીરેન ભાઈ,
ReplyDeleteઆપે જાણીતા સંગીતકાર સદગત શ્રી રવિને આ લેખલખી આપના વાંચકોને
જે માહિતી અને અંજલી આપી છે તે ખરેખર 'Fitiing ' છે, આપણાં કોઈ ગુજરાતી
દૈનિકો આટલી બધી મેહનત નાજ કરે,કોઈ 'ફાયદા'ની વાત નથી એટલે તો
તેમના પ્રકાશકો/તંત્રી હાથજ ના અડાડે!!
શ્રી રવિએ ફિલ્મોમાં સંગીત આપ્યું અને તેમણે પોતે પણ શ્રી સચિન દે
બર્મન અને શ્રી હેમંત કુમારની જેમ ગીતો પણ ગાયા,તેમનો અવાજ
આછો ઘેઘુર હતો પણ શ્રવણીય પણ હતો.તેમણે 'situation' મુજબ
પોતે ફિલ્મોમાં ગીતો ગાયા હોય તેમ માલુમ પડે છે,સાવ વચ્ચે
કુદી નથી પડ્યા ,શ્રી સચિન દે બર્મન પણ આવુંજ કરતા તેમ જણાય છે.
શ્રી રવિને એક લોકપ્રિય ફિલ્મી સંગીતકાર તરીકે વર્ષોસુધી તેમના
પ્રશન્શકો યાદ કરતા રહેશે.
નામના સાથે લાંબી આવરદા ભોગવીને તેઓ ગયા,ફિલ્મ સંગીતના
ચાહકોની આ વેળાએ નમ્ર યાચના 'તેમનો આત્મ શાંતિ પામે'.
આપનો પણ આભાર,તમે અચૂક આવો મોકો ચુક્યા વિના લગતા વળગતાઓ
નો પરિચય ને માહિતી આપતા રહો છો તે ખરેખર પ્રસંસનીય છે.
ફિલ્મી ઈતિહાસવિદ શ્રી હરીશ રઘુવંશીનું યોગદાન આપ જણાવતા હોવ છો
તે પણ નોંધનીય બીના છે.
સંગીતકાર રવિ વિષે ઘણી અજાણી અને રસપ્રદ માહિતી આપવા બદલ બીરેનજી અને હરીશજી બનેનો ખૂબ આભાર. હું મારા કાર્યક્રમમાં તેનો ઉપયોગ કરીશ.. નરેશ કાપડિયા
ReplyDeleteયાદોનો અમૃત રસ માણ્યો, તો પણ હજુ વધારે માણવાનો લોભ તો રહ્યો જ.
ReplyDeleteThanks for this very interesting write up about music composer Ravi.
ReplyDeleteAs usual, Biren Kothari does a super job assembling choice compositions to portray the talent of Raviji. Thanks.
ReplyDeleteIt's really note-worthy to view such a nice profile promptly made..!congrats...
ReplyDelete