- શચિ કોઠારી
(જાન્યુઆરી, 2018ના મધ્યમાં અમે મહારાષ્ટ્રના ભંડારદરા હીલસ્ટેશને ગયાં હતાં. પરેશ પ્રજાપતિના પરિવાર સાથેનો આ અમારો આઠમો સફળ પ્રવાસ હતો. નાશિક-ઈગતપુરીની વચ્ચે આવેલા સહ્યાદ્રિની ગિરિમાળામાં આવેલા આ અદ્ભુત સ્થળનું આગવું સૌંદર્ય છે. અહીં તેનો તસવીરી અહેવાલ મારી દીકરી શચિએ તૈયાર કર્યો છે.)
સવારે વહેલા નીકળેલા અમે સાપુતારા-નાશિક વટાવીને સાંજે ભંડારદરા પહોંચ્યા. આ સ્થળના નામ અને ઈન્ટરનેટ પર વાંચેલી માહિતીથી વધુ કંઈ જ અમને ખબર નહોતી. સાંજે પહોંચ્યા પછી બીજા દિવસે અમે નજીક નજીકમાં ચાલતા ફરવાનું નક્કી કર્યું. સવારથી સાંજ અમે ટહેલતા રહ્યા. આટલી ઊંચાઈએ અહીં બનાવાયેલો વીલ્સન ડેમ જોયો. તેની પાછળ બનેલું જળાશય એટલે આર્થર લેક. તેમાં અમે બોટિંગ કર્યું.
આ વિસ્તારમાં પુષ્કળ ખીણ (દરા) હોવાથી તેનું નામ 'ભંડારદરા' (ખીણનો ભંડાર) પડ્યું હોવાનું અમને જાણવા મળ્યું.
આ વિસ્તારમાં પુષ્કળ ખીણ (દરા) હોવાથી તેનું નામ 'ભંડારદરા' (ખીણનો ભંડાર) પડ્યું હોવાનું અમને જાણવા મળ્યું.
![]() |
વીલ્સન ડેમ |
![]() |
વીલ્સન ડેમની આગળ આવેલો બગીચો |
![]() |
આર્થર લેક પર સાંજ |
![]() |
આર્થર લેકમાં બોટિંગ |
એ દિવસે અમને ત્યાં રહેતા એક ગાઈડ દયારામ મળી ગયા. તેઓ પોતાને ત્યાં ભોજનની વ્યવસ્થા પણ કરી આપતા હતા. અસલ મરાઠી ભોજનની ગોઠવણ થઈ એટલે બહુ મઝા આવી. પછીના દિવસે દયારામ અમારી સાથે આવવાના હતા. આ પર્વતમાળામાં કુલ 55 કિ.મી.નો આખો રુટ છે. અમારે સવારથી સાંજ સુધી ત્યાં ફરવાનું હતું. મોટા ભાગના રસ્તે આર્થર લેક ફેલાયેલું દેખાતું હતું.
![]() |
આર્થર લેક |
![]() |
ટેબલટોપ નામની સપાટ જગ્યા |
![]() |
લોઅર લેક |
![]() |
સંધાન વેલી |
![]() |
સંધાન વેલી, એટલે એવી ખીણ જ્યાં આગળ જતાં સામસામી દેખાતી બેે ખીણોનું 'સંંધાન' થાય છે. |
![]() |
રતનગઢ પાસે આવેલું પૌરાણિક અમૃતેશ્વર મંદિર |
![]() |
અમૃતેશ્વર મંદિરની બહાર આવેલો વિષ્ણુકુંડ |
![]() |
અમૃતેશ્વર મંદિરની કળા |
ત્રીજા દિવસે અમે ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું હતું. અહીં ઘણા પર્વતો છે. અમે રતનગઢ પર જવાનું નક્કી કર્યું કેમ કે, ત્યાં ટોચ પર કિલ્લો આવેલો છે. આ ટ્રેકના રસ્તે આવેલાં દૃશ્યો.
![]() |
ભંડારદરાનો સૂર્યોદય |
![]() |
વીલ્સન ડેમની સમાંતરે રસ્તા પર |
![]() |
ઢોળાવવાળા રસ્તે |
![]() |
રતનગઢના રસ્તે |
![]() |
ઉંચાઈ પરથી દેખાતું દૃશ્ય |
![]() |
રતનગઢ પરથી દેખાતા અન્ય પહાડો |
![]() |
રતનગઢના કિલ્લાનો એક ભાગ |
![]() |
રતનગઢ પરથી દેખાતું દૃશ્ય |
![]() |
રતનગઢ |
સ્થાનિકોએ અમને કહ્યું કે ભંડારદરાની ખરી મઝા ચોમાસામાં હોય છે, જ્યારે અહીં અનેક ઝરણાં અને
ધોધ વહે છે. હવે આ સ્થળે શનિ-રવિ દરમિયાન ઘણા પ્રવાસીઓ આવે છે. અમે અહીં ત્રણ દિવસ આખા ગાળ્યા
અને રખડપટ્ટીની પૂરી મઝા લીધી.