Monday, July 3, 2017

'ડિજીટલ ભારત': પ્રકાશથી ઊંડા અંધકાર તરફ?


- ઉત્પલ ભટ્ટ
(ડાંગ વિસ્તારમાં હવે નિયમિત અવરજવર કરતા અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટ જ્યાં પણ જાય ત્યાં આંખકાન ખુલ્લાં રાખીને જાય છે, તેને લઈને તેઓ ઘણું બધું એવું જોઈ શકે છે, જે સામાન્ય નજરે ઝટ ન પડે. વધુ આનંદની વાત એ છે કે પોતે જોયેલું તેઓ તરત 'પેલેટ' માટે લખી મોકલે છે. આ વખતે આવો જ એક મુદ્દો લઈને તેઓ આવ્યા છે.) 

જૂન મહિનાના કોઈ એક દિવસે મોબાઈલ પર એક અજાણ્યો નંબર ઝબક્યો. મિસ્ડ કોલ આવીને જતો રહ્યો. મેં નંબર જોડ્યો તો સામા છેડેથી સંભળાયું, "સાહેબ હું જખાનાથી મંગલા." મગજમાં તરત બત્તી થઈ કે આ તો ડાંગ જીલ્લાના જખાના ગામની મંગલા ભોયે.

વાત જાણે કે આમ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગામડાંના વિસ્તારોના કોલેજના વિદ્યાર્થીઓમાં 'સોફ્ટ સ્કીલ્સ ડેવલપમેન્ટ' માટે 'ફિનિશિંગ સ્કૂલ્સ' નામે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં શરૂઆતમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની ૪૦ કોલેજોનો સમાવેશ કર્યો છે. આશય એ કે કોલેજના તૃતિય વર્ષના વિદ્યાર્થીઓ ભણીને 'માર્કેટ'માં બહાર પડે પહેલાં તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય, પોતાનો રેઝ્યુમી/resume (રિઝ્યુમ નહિ !) જાતે બનાવી શકે, અટક્યા વિના જરૂર પૂરતું અંગ્રેજી બોલી શકે અને ઈન્ટરવ્યૂ આપવા તૈયાર હોય એવા તેઓ બની શકે. આ પાયલોટ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગની સંસ્થા 'નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત' દ્વારા ચાલી રહ્યો છે. હું તેમાં 'સોફ્ટ સ્કીલ્સ ટ્રેઈનર' તરીકે સેવા આપું છું અને બને ત્યાં સુધી ગુજરાતના ખૂબ અંતરિયાળ વિસ્તારની કોલેજોમાં જઈને ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાના પ્રયત્નો કરું છું.

ગુરુ-શિષ્ય નહીં, પણ મિત્ર-મિત્ર. 
પ્રયાસના ભાગરૂપે આહવાની સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજના તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માર્ચ,  ૨૦૧૭ માં સોફ્ટ સ્કીલ્સ ડેવલપમેન્ટની તાલીમ આપી. પ્રથમ બેચની એક વિદ્યાર્થીની મંગલા ભોયે. મંગલાએ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન પહેલી બેંચ પર બેસીને, ખૂબ ધ્યાન દઈને પોતાનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય તે માટે બનતો પ્રયત્ન કર્યો. મને પણ ડાંગના વિદ્યાર્થીઓને 'તૈયાર' કરવાની ખૂબ મઝા આવી. ગ્રામ્ય વિસ્તારના હોવા છતાં જીવનમાં 'કંઈક' બનીને આગળ વધાય માટે કોલેજના કુલ ૨૫ વિદ્યાર્થીઓએ સતત ત્રણ દિવસ સુધી રોજના સળંગ પાંચ કલાક બેસીને 'ઈન્ટરએક્ટિવ સેશન્સ'નો ભરપૂર લહાવો લીધો. નવું શીખવા માટેની ધગશ એવી અને એટલી હતી કે હોસ્ટેલમાં રહીને ભણતાં છોકરા-છોકરીઓએ ત્રણેય દિવસ સવારનું ભોજન જતું કર્યું. વાતની મને છેલ્લે દિવસે ખબર પડી એટલે ત્રીજે દિવસે બધાને આહવામાં આવેલા આપણા સેનીટરી નેપકીન્સ યુનિટ પર નાગલીના રોટલા અને અથાણું જમાડ્યા. હા, રોજના ક્લાસ દરમ્યાન બધા માટે ચા આવતી અને ગરમ ગરમ ચાની ચુસકીઓ મારતા અમે સહુ નવું શીખતા! 'ગુરૂ-શિષ્ય' એવી પરંપરાને અનુસરવાને બદલે અમે સૌ મિત્રો તરીકે વધુ જામ્યા. ક્લાસ પૂરો થયા પછીનો નોંધપાત્ર ફેરફાર હતો શરૂઆતમાં તદ્દ્ન શાંત બેસી રહેલી શરમાળ છોકરીઓ સ્પષ્ટ ઉચ્ચારોમાં 'થેંક્યુ વેરી મચ' કહીને કડક 'હેન્ડ શેક' કરીને છૂટી પડી કે જે તેઓને 'એટીકેટ'ના ભાગરૂપે શીખવવામાં આવ્યું હતું. નવા પ્રયાસને અદભૂત પ્રતિસાદ મળ્યો.

એક નવી શરૂઆત 

તાલીમ દરમ્યાન મેં એમ જાહેર કરેલું કે જેને પણ અમદાવાદ આવીને માસ્ટર્સ ડિગ્રી કરવી હોય તે ડિગ્રી કોર્સનું રિઝલ્ટ આવ્યા પછી વિના સંકોચે મારો સંપર્ક કરે. જાહેરાતના પ્રતિસાદરૂપે મંગલાએ મારી પર મિસ્ડ કોલ કર્યો. મંગલા સાથે વાત આગળ ચાલી. બી..(ઈકોનોમિક્સ) કર્યા પછી તેને MSW કરવાની ઈચ્છા હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ સાવ પાતળી. ખેતી ખરી, પરંતુ પિયતના અભાવે ચોમાસુ પાક સિવાય કોઈ પાક લઈ શકાય. એટલે મા-બાપ બંને બાંધકામ ક્ષેત્રે મજૂરીકામ કરવા જખાના ગામથી દૂર જાય. માસ્ટર્સ ડિગ્રી કરવી છે એટલું નક્કી હતું પરંતુ એના માટે શું કરવું તેની કોઈ ગાઈડલાઈન મંગલા પાસે નહોતી. મેં તેને ગૂજરાત વિદ્યાપીઠમાં MSW કરવાનું સૂચવ્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સલામત વાતાવરણ છે.

ત્યારબાદ 'પ્રવેશ પ્રક્રિયા'નો ગાળિયો આખો મારા પર આવીને પડ્યો, જે અપેક્ષિત જ હતો. ગૂજરાત વિદ્યાપીઠ જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા 'ઓનલાઈન' કરવી ફરજીયાત છે. પહેલાં પ્રવેશ માટેના ફોર્મની પેપર (એટલે કે હાર્ડ) કોપી આવતી તે દિવસો ગયા. મંગલા પાસે મોબાઈલ ફોનના નામે જૂનું ડબલું છે, જેમાં 'ટોકટાઈમ'નો હંમેશા અભાવ હોય છે. મેં તપાસ કરી કે આહવાની જીલ્લા/તાલુકા પંચાયત ઓફિસમાં 'ઓનલાઈન' ફોર્મ ભરવાની કોઈ વિનામૂલ્ય સગવડ થઈ શકે તેમ છે કે કેમ? તો એનો જવાબ સાવ નકારમાં મળ્યો. આખી ઘટના પર ધીરેધીરે પ્રકાશ ફેલાતો ગયો.
પ્રથમ બેન્ચ પર ડાબી તરફ બેઠેલી મંગલા: હવે માસ્ટર્સ નહીં કરી શકે 

'ટ્રબલશૂટિંગ' માટે મેં એવો રસ્તો કાઢ્યો કે હું ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર પ્રવેશનું ફોર્મ ખોલીને બેસું, મંગલાને ફોન કરું, ફોન પર ફોર્મમાં ભરવાની માહિતી પૂછતો જાઉં અને એમ ફોર્મ ભરાતું જાય. રીતે ફોર્મ ભર્યું, 'તુષાર ઝેરોક્સ'માં એની પ્રિન્ટ કરાવી. ફોર્મ પર મંગલાનો પાસપોર્ટ સાઈઝ ફોટો ચોંટાડવાનો હતો. એટલે મંગલા પાસેથી એનો ફોટો પોસ્ટમાં મંગાવ્યો જે ૧૦ દિવસે મને મળ્યો. રૂ.૨૦૦ પ્રવેશ ફી ભરીને એનું ફોર્મ જમા કરાવ્યું. મંગલાએ કીધું કે એની બીજી બેનપણીઓને માસ્ટર્સ ડિગ્રીની જુદી જુદી વિદ્યાશાખાઓમાં ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાં રીતે 'કસરત' કરીને ઓનલાઈન પ્રવેશ લેવાનો છે.

રીતે ફોન પર માહિતી મેળવીને દરેકના ફોર્મ ભરવાનું કામ પુષ્કળ સમય માગી લે છે. એટલે મેં મુદ્દો ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ડૉ. અનામિક શાહસાહેબ આગળ રજૂ કર્યો. કોઈ ઓળખાણ વિના હું એમને મળવા ગયો, લાંબુ બેસાડ્યા વિના મને મળ્યા, મેં મુદ્દાની વાત કરીને વિનંતી કરી કે પ્રવેશ ફોર્મની પેપર કોપી પણ સ્વીકારાય તેવી વ્યવસ્થા કરી આપો. એમણે મારી વાત સમજીને તરત રજીસ્ટ્રાર ડૉ. રાજેન્દ્ર ખીમાણીસાહેબને બોલાવ્યા અને તત્કાળ નિર્ણય લીધો કે ગામડાના છોકરા-છોકરીઓ 'જૂના જમાના'ની જેમ પેપર કોપીમાં હાથથી ભરીને પ્રવેશ ફોર્મ જમા કરાવી શકશે. મને સમયે થોડા પ્રવેશ ફોર્મ આપ્યા જે મેં ડાંગ મોકલી આપ્યા. મને તો લોટરી લાગી! વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર તરફથી આવો સરસ, તત્કાળ પ્રતિસાદ મળશે એવી મને આશા નહોતી. પરંતુ ખૂબ હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને બદલ વાઈસ ચાન્સેલર અને રજીસ્ટ્રાર બંનેનો ખૂબ આભાર. શિક્ષણમાં ઉચ્ચ હોદ્દે બેઠેલા બધા જો રીતની સંવેદના દાખવે અને તત્કાળ નિર્ણયો લે તો વિદ્યાર્થીઓની મોટા ભાગની મુશ્કેલીઓ દૂર થઈ જાય અને યુનિવર્સિટી-વિદ્યાર્થીઓ વચ્ચેનું જોડાણ મજબૂત બને.

આજની તારીખે દરેક યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ફરજીયાત ઓનલાઈન થઈ ગઈ છે. શહેરી વિદ્યાર્થીઓને આમાં કોઈ વાંધો આવે તેમ નથી. તકલીફો ગ્રામ્ય વિદ્યાર્થીઓને પડી રહી છે. સ્નાતક/અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ શરૂ થયો છે કે નહિ તેની જાણ પણ ઓનલાઈન થાય છે. ડાંગ જીલ્લામાં અને સોનગઢ તાલુકામાં હું રૂબરૂ ફર્યો છું અને ત્યાંની કંગાળ -પરિસ્થિતિથી હું બિલકુલ વાકેફ છું. જ્યાં સ્માર્ટ ફોનના ફાંફા છે, સ્માર્ટ ફોન છે ત્યાં ડેટાપ્લાનના ફાંફા છે, બંને છે ત્યાં સરખું નેટવર્ક નથી, ઘેર લેપટોપ/ડેસ્કટોપ નથી, ઈન્ટરનેટ કનેક્શન નથી -- ત્યાંના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકે? સરકારને તો જાણે સમજ્યા કે 'ડિજીટલ ઈન્ડિયા' તરફ  સુપરસોનિક ઝડપે પહોંચવું છે, પરંતુ યુનિવર્સિટીઓને પ્રવેશ પ્રક્રિયા ફરજીયાત ઓનલાઈન બનાવવાની શી જરૂર પડી?

અહીં મેડિકલ, એન્જીનિયરિંગમાં પ્રવેશની વાત નથી ચાલી રહી. તો આખી કવાયત 'મંગળ પરની ચઢાઈ' જેવી જુદી છે! એન્જીનિયરિંગમાં તો હજુ ગામડાનો કોઈક એકલદોકલ આદિવાસી વીરલો પહોંચી શકશે પરંતુ આજની તારીખે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓની મેડિકલમાં એડમિશન લેવાની પહોંચ અને શક્તિ સાવ ખતમ થઈ ગયા છે. અહીં વાત થઈ રહી છે તે બધા આદિવાસી વિદ્યાર્થીઓ આર્ટસ અને કોમર્સ વિદ્યાશાખાના છે. આર્ટસ-કોમર્સના અનુસ્નાતક કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયા સાવ સહેલી હોવી જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ હમેશા જીવનને વધુ સરળ બનાવવા માટે હોઈ શકે.

પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થવાથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને, ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને શું તકલીફો પડવાની શરૂ થઈ છે તે જાણવા જેવું છે.
() શહેરની યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેની ખબર નહિ પડે.
() જો ખબર પડશે તો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે જાણીને આગળ ભણવાનું માંડી વાળશે.
() ધરખમ પગાર લેતા ગ્રામ્ય કોલેજોના મોટા ભાગના આચાર્યો/પ્રોફેસરો તેમની કોલેજના વિદ્યાર્થીઓને આગળ ભણવામાં મદદ કરવા બાબતે સાવ ઉદાસીન છે એટલે એમના તરફથી કોલેજોમાં ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા થાય તે આશા નકામી છે.
() 'ડિજીટલ' બનવાની હોડમાં આપણે શહેરી લોકોએ આદિવાસી વિદ્યાર્થીઓને '' રીતે નજરઅંદાજ કરવાના શરૂ કર્યા છે.
() 'ઓનલાઈન'ની ઘેલછાને લીધે આદિવાસી વિસ્તારના લગભગ ૭૦% વિદ્યાર્થીઓ આગળ ભણતા અટકી જશે. મંગલાની સાથે ભણતાં શર્મિલા, નલીની, આશા, મયુરી અને રૂપલે 'ઓનલાઈન'ની પહોંચ હોવાને કારણે આગળ ભણવાનું માંડી વાળ્યું છે. હવે તેઓ રોજ સવારે અનિચ્છાએ તેમના મા-બાપ સાથે સાપુતારા વિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે મજૂરી કરવા જાય છે, જ્યાં તેમને રોજના રૂ.૨૦૦ મળવા લાગ્યા છે. ડાંગમાં આવી તો ઘણી કન્યાઓ હશે કે જેમણે કમને ભણતર છોડવું પડ્યું છે. 'ડિગ્રીધારી મજૂર કન્યાઓ' - કેવું સુંદર ઉપનામ?!
() રીતે તેઓને આગળ ભણતા અટકાવવાથી એવું સાબિત થશે કે '' લોકો મજૂરી કરવા સર્જાયા છે અને એમનો સામાજિક, આર્થિક ઉધ્ધાર થાય વિચારમાત્ર આપણને પસંદ નથી. '' રીતે આગળ વધતાં તેઓને અટકાવવાથી આપણે જરૂરથી 'ડિગ્રીધારી મજૂરો' પેદા કરી શકીશું. આ રીતે આપણને જે કામ માટે અગાઉ અન્ડર ક્વોલિફાઈડ માણસો મળતા હતા, તેને બદલે હવે ઓવર ક્વોલિફાઈડ માણસો મળશે, એવું  આશ્વાસન લેવું હોય તો આશ્વાસન અને ગૌરવ લેવું હોય તો ગૌરવ પણ લઈ શકાય.
() 'ઓનલાઈન' ફોર્મ ભરવાનું ગરીબ/છેવાડાના વિદ્યાર્થીઓને કેટલી હદે મુશ્કેલ પડે છે તેનો વિચાર નથી કરવામાં આવ્યો.
() મહત્વનો મુદ્દોઃ ડાંગ અને સોનગઢ વિસ્તારમાં રૂબરૂ નિરીક્ષણ કર્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે આદિવાસીઓની નવી પેઢી તેમના મા-બાપની જેમ દબાઈને સતત અભાવમાં જીવવા તૈયાર નથી. તેમણે વધુ ભણતર મેળવવું છે, મહેનત કરવી છે, સારી નોકરી મેળવવી છે અને શહેરી પ્રજા જેવા મોજશોખ કરવા છે. એટલે આવી આડકતરી રીતે તેઓને દબાવવાનું યોગ્ય નથી .
() આમને આમ જો ચાલ્યું તો શહેરી-ગ્રામ્ય પ્રજા વચ્ચેની ખાઈ પૂરી શકાય તે હદે વધતી જશે અને એના નકારાત્મક દૂરગામી પરિણામો આવશે.

ખેર, મંગલાનું પ્રવેશ ફોર્મ તો ભર્યું પરંતુ એના પપ્પાએ આર્થિક કારણોસર એને વધુ ભણવાની મનાઈ ફરમાવી અને મંગલાએ પણ કમને મજૂરીમાં જોતરાઈ જવું પડ્યું છે. એની બે વર્ષની સંપૂર્ણ ફી ભરવાની મેં તૈયારી બતાવી. પણ પ્રવેશપ્રક્રિયાની આવી જફા જોઈને તેના ઘરના હવે તેને ભણાવવા નથી માગતા. મંગલાને 'ડિજીટલ' મંગળ નડી ગયો. મંગલાને પરાણે મજૂરીએ જતી જોવાનું દ્રશ્ય નજર સમક્ષ તરવરે ત્યારે ઘણી વખત ઉંઘ ઊડી જાય છે. કોલેજમાં ભણી ત્યાં સુધી એના જીવનમાં આનંદ, મિત્રો, સ્વતંત્રતાનો પ્રકાશ હોય. કોલેજ પૂરી થતાંની સાથે મજૂરીએ જવાનું એનું અંધકારમય જીવન શરૂ થયું, જે કદાચ આજીવન લંબાશે. ફક્ત ગરીબીને કારણે . હું જેમને જાણું છું તેમાંથી ડાંગના ફક્ત ચાર વિદ્યાર્થીઓ -- રમીલા, યશોદા, વિજય અને ભાસ્કર ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં એમ.. નું ફોર્મ ભરવા સુધી પહોંચી શક્યા છે. ફોર્મ પણ મેં ફોન પર માહિતી લઈને ભરાવ્યા છે. ફોર્મ ભરવામાં, એલિજીબિલિટી સર્ટિફિકેટ મેળવવામાં ભાષાભવનના પ્રોફેસરોની મદદ મળી રહી છે પણ યુનિવર્સિટી વહીવટીતંત્રની નહિ.

સરકારે શરૂ કરેલી સમરસ હોસ્ટેલના પ્રવેશની પણ મગજમારી છે. બધું ઓનલાઈન એટલે એના ફોર્મ મેં ડાંગ મોકલ્યા. ભરીને પાછા આવે એટલે હું જઈને સમરસ હોસ્ટેલમાં જમા કરાવું. 'સમરસ હોસ્ટેલ'નો વિચાર સરસ છે. અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓને રહેવા-જમવાની તમામ સગવડ વિનામૂલ્યે છે. પરંતુ એમાં પ્રવેશ લેવાનો કેમ ફરજીયાત ઓનલાઈન છે તે સમજમાં નથી આવતું. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગના વિદ્યાર્થીઓના ભરાયેલા પ્રવેશ ફોર્મ, ફોટા, સમરસ હોસ્ટેલના ફોર્મ સ્પીડ પોસ્ટમાં મારા ઘેર પહોંચી રહ્યા છે. હિસાબે પણ ઘરમાં ફરીથી ટપાલ આવતી થઈ તેવો આનંદ લઈ શકાય!

સંપૂર્ણ ડિજીટલનો અર્થ પેપરલેસ (ગ્રીન કન્સેપ્ટ) થવો જોઈએ પરંતુ બધી યુનિવર્સિટીઓમાં ચાલતી ફરજીયાત ઓનલાઈન પ્રક્રિયા જરાય પેપરલેસ નથી. મંગલાનું ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કઢાવવી ફરજીયાત હતી. ફોર્મ સાથે જરૂરી બધા પ્રમાણપત્રોની નકલ જોડવાની હતી. ભરેલા ફોર્મની ડુપ્લીકેટ કોપી સાબિતીરૂપે મંગલા માટે રાખવાની હતી. એટલે કે પ્રવેશ પ્રક્રિયામાં કાગળોનો બગાડ તો થાય છે કે જે પહેલાં થતો હતો.

વિવિધ વિદ્યાશાખાઓના પ્રોફેસરો સાથેની વાતચીત પછી સ્પષ્ટ થયું છે કે વર્ષે 'ઓનલાઈન'ની મગજમારીને કારણે દરેક શાખામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ ઓછા ફોર્મ ભરાયા છે. પ્રશ્નનો ઉકેલ લાવવાની ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર જેવી પહેલ હજુ સુધી કોઈએ કરી જાણી નથી.

ઓનલાઈન પ્રવેશ ફરજીયાત કરવાથી ગ્રામ્ય વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડશે એવો વિચાર કોઈનેય કેમ આવ્યો? અને જો આવ્યો તો તેને કેમ નજરઅંદાજ કરવામાં આવ્યો? ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે આટલી હદની બેદરકારી અને અસંવેદનશીલતા તદ્દન અસ્વીકાર્ય છે.

'ડિજીટલ ઈન્ડિયા' શબ્દ સાંભળીને છાતી ગજગજ ફૂલે. ફૂલવી પણ જોઈએ. દેશ રેપીડ ઝડપે આગળ વધી રહ્યો છે. ખૂબ આનંદની વાત છે. પરંતુ આખો દેશ ખભેખભા મિલાવીને આગળ વધે તે પણ એટલું જરૂરી છે. એનો સાવ સાદો ઉપાય છે કે જેને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવું હોય તે ભલે ભરે, પરંતુ વિકલ્પ તરીકે પેપર કોપી પણ સરળતાથી ઉપલબ્ધ થવી જોઈએ.

મુદ્દે ગુજરાતની બધી યુનિવર્સિટીઓના પ્રબુધ્ધ શિક્ષણવિદો ચર્ચા કરીને ગૂજરાત વિદ્યાપીઠની જેમ 'ઓનલાઈન એડમિશન'નો 'પેપર કોપી વિકલ્પ' આપે તો છેવાડાના વિદ્યાર્થીઓ આભારી રહેશે.

આ વાંચનાર વાચકોમાંથી ઘણાના 'છેડા' યુનિવર્સિટીઓના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચતા હશે. બની શકે ત્યાં સુધી વાત પહોંચાડો અને આવું અક્ષમ્ય irreversible damage અટકાવો તેવી આગ્રહભરી અપીલ.

સપનાના ભારતનું નિર્માણ આવી રીતે ડિજીટલી તો થઈ શકે.

19 comments:

  1. ઉમદા યોજના અને ઉમદા અમલ.અભિનંદન

    ReplyDelete
  2. લકીર ના ફકીરો.....છેવાડા ના માણસ નુ તો સાલુ કોઈ વિચારતુ પણ નથી....એવુ આ પોસ્ટ થી ફલીત થાય છે. આયોજન વખતે જ તેમના નામ આગળ ચોકળી મુકાય જાય છે, પછી તો ઉપરવાળો જ ભેરૂ.આશા રાખીએ કે અમુક બંધ આખો ખુલશે અને રાખવા જેવી છટકબારીઓ ઉઘળશે.....

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Digital Dragon

    Nayan, USA

    ReplyDelete
  6. Ekdam sachi vat. What kind of digital India?

    Mala

    ReplyDelete
  7. This article shall be published in some news paper and need to reach to more people so in some way it can reach to authorities.

    ReplyDelete
  8. Sir... Mara j family ma samaras hostel nu online admission leva ma problem thai che.

    Sonal
    Kotdasangani, Dist. Rajkot

    ReplyDelete
  9. Eye opening article. We certainly don't want this kind of Digital India. Totally unacceptable.

    Rajsekhar
    Ahmedabad

    ReplyDelete
  10. Really eye opener. Never thought from rural view point. It seems those tribal students will have no alternative but to leave education. Very sad.

    Farah Pathan
    Austin, TX

    ReplyDelete
  11. આવા કારભાર તમારા જેવા સંવેદનશીલ ને ખંતીલાઓના હાથમાં હોવા જોઈએ. મગજ ફરી જાય એવી વાત છે. ટ્વિટર પર સંદેશો મોકલો. જરૂર કંઈક થશે

    ReplyDelete
  12. @ Kalpanaben....
    Excellent idea. All of us must twit to CM, Education Minister & VCs of Universities. Twitter is the best tool to reach them.
    Let's do it and hopefully Adivasi students will be benefited.
    We certainly don't want this kind of Digital India which excludes rural India.

    Nipenkumar
    New York City

    ReplyDelete
  13. Eye opener.....never looked through their eyes. Must be circulated so that it reaches higher authorities so that they can bring solution to such problems.

    Heena, New Delhi

    ReplyDelete
  14. "irreversible damage" -- authorities need to understand these words, its implications and act accordingly with a human touch.

    ReplyDelete
  15. Those who live in cities can't understand what problems tribals face who lives in remote area. My hearty thanks to Utpal Bhatt for noble cause and helping the student who wants to make their future bright.

    ReplyDelete
  16. Bahu j sachi vat kari. Samras Hostel nu online form bharvama khub mushkeli pade chhe. Koi sambhalnar nathi. Amara vistar na vidhyarthio hathe thi bharelu form jama karavva gaya to Samras Hostel mathi em kahine pachha moklya k online bharela form ni print lavo to j laiye.

    Anjana Gamit
    GLPC
    AT & PO Bhit Budrak, TA Uchchal, Dist Tapi

    ReplyDelete
    Replies
    1. ઉત્પલભાઈએ કામ હાથમાં લીધું છે. નક્કી કોઈક બદલાવ થશે.

      Delete
  17. We need to send this article to education minister,secretory and VC of all the universities.I am always dreaming about a e-center like post office at every village where anyone can go and use at free or very nominal cost.We can use old used computer system by donation or flea market and install UBUNTU like software which works faster on 10 year old system. I think this is new "Charkho" of modern world.Government, NGO and religious institute can cooperate with each other this is not that difficult.Regarding connectivity company like JIO can extend network in this area so everyone can benefit and no one has to given up like these poor students.we have a society here in Vancouver http://www.freegeekvancouver.org/index.html
    which is helping poor people here.
    -Rajan Shah ( Vancouver/Nadiad)

    ReplyDelete
  18. આ વાત વાંચીને ધ્રુજારી છૂટી જાય, કમકમાં આવી જાય જોકે ભુજ શહેરી વિસ્તાર છે પણ અહીં પણ તકલીફ છે. કારણ કે બધા પાસે કોમ્પ્યુ. ક્યાંથી હોય? એટલે સાયબરકાફેમાં જવું પડે અને એ લોકો ગરજનો લાભ લે,પરિણામે જે ફોર્મની કિંમત 50 rs હોય તેની આખીયે વિજાણું પ્રક્રિયાના 100 rs થાય! કોને કહેવું?

    ReplyDelete