Sunday, January 22, 2017

નક્શ લાયલપુરી:કૈસે કહેં કિ તેરે તલબગાર હમ નહીં


હિન્‍દી ફિલ્મ ગીતકારોની જૂની પેઢીના આખરી સિતારા સમા નક્શ લ્યાલપુરીનું મુંબઈ ખાતે આજે 22 જાન્યુઆરી, 2017ના રોજ 89 વર્ષની જૈફ વયે અવસાન થયું.

હવે પાકિસ્તાનના ફૈસલાબાદ તરીકે ઓળખાતા લ્યાલપુર શહેરમાં 24 ફેબ્રુઆરી, 1928ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ જશવંત રાય શર્મા. તેમના પિતા જગન્નાથજી શર્મા ઈજનેર હતા.
શાયર તરીકે નક્શસાહેબની મુલાકાત લઈને મુંબઈસ્થિત પત્રકારમિત્ર શિશિરકૃષ્ણ શર્માએ આલેખેલી જીવનસફર પોતાના બ્લૉગ પર અહીં મૂકી છે. આ બ્લૉગ પર નક્શસાહેબનાં અત્યંત જાણીતાં બનેલાં ગીતો પણ સાંભળી શકાશે. અહીં તેનું પુનરાવર્તન કરવાને બદલે નક્શસાહેબના સર્જનના અન્ય પાસાને માણીએ.
પંજાબી ફિલ્મોનાં ગીતો તેમજ અનેક ગૈરફિલ્મી ગીતોની સાથેસાથે તેમણે કેટલીય ટી.વી.ધારાવાહિકોનાં શીર્ષક ગીતો લખ્યાં હતાં. આ ધારાવાહિકો દૂરદર્શન પર યા અન્ય ખાનગી ચેનલ પરથી પ્રસારિત થઈ હતી. ઉતાવળે લખાયેલી આ શ્રદ્ધાંજલિમાં આવાં કેટલાંક શીર્ષક ગીતો સાંભળીએ.

ઈંતજાર ઔર સહી શ્રેણીનું આ ગીત.



દરાર નામની ધારાવાહિકનું શીર્ષક ગીત.


મિલનમાં આ ગીત.



ગૃહદાહ ધારાવાહિકનું આ ગીત અહીં સાંભળી શકાશે.

સુકન્યા શ્રેણીનું આ ગીત અહીં સાંભળી શકાશે.

કેમ્પસ’ નામની શ્રેણીમાં આ શીર્ષક ગીત અમીતકુમારે ગાયેલું છે.


સરહદેંનું આ ગીત પણ.


ચુનૌતીનું અમીતકુમારે ગાયેલું આ ગીત ત્યારે પણ બહુ ગમતું હતું અને આજે પણ હૃદયમાં ગૂંજે છે.


**** **** **** 

બેંગ્લોર ખાતે આર.એમ.આઈ.એમ.ના મિલન દરમ્યાન નક્શસાહેબના મુખેથી આશરે પોણા બે કલાકનું અત્યંત રસપ્રદ સ્વકથન અહીં સાંભળી શકાશે. અહીં તેમણે પોતે લખેલાં, પણ ખાસ જાણીતાં ન થયેલાં ગીતોની વાત કરી છે.




વિવિધભારતી પરથી પ્રસારિત આજ કે ફનકાર કાર્યક્રમ અંતર્ગત નક્શસાહેબ પરનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં તેમનાં ઘણાં ગીતોની ઝલક સાંભળી શકાશે. કાર્યક્રમની રજુઆત યુનુસ ખાને કરી છે. 



શબ્દોની સાધનાથી હિન્‍દી ફિલ્મોના ગીતકારોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ અનોખા ગીતકારને શ્રદ્ધાંજલિ.



(તમામ લીન્‍ક યૂ ટ્યુબના સૌજન્યથી) 
(વિશેષ આભાર: શિશિરકૃષ્ણ શર્મા, મુંબઈ) 

9 comments:

  1. oiya !! paanch baaman jamaadyaanu punya ...!!

    ReplyDelete
  2. તમે લખ્યું છે તેમ હિન્દી ફિલ્મોના ગીતકારોમાં તેઓનું અનન્ય સ્થાન બની રહ્યું છે. એને અનુરૂપ તમારો આ શ્રધ્ધાંજલી લેખ પણ અનન્ય છે. આટલી ધારાવાહિકોનાં ગીતો એમણે લખ્યાં છે એ માહિતી લિંક સાથે મળે અને એ પણ આટલી ત્વરાથી, એ તમારો ખંત દેખાડે છે.

    ReplyDelete
  3. અન્ય લેખકોએ આપેલી વિગતોનું પુનરાવર્તન કર્યા વગર લખાયેલો બહુ સ્તરનો લેખ]લેખ .
    અભિનંદન જ નહિં,આભાર પણ એટલો જ .

    ReplyDelete
  4. Did not know his his real name-Jashwantrai Sharma. We enjoy your Hindi films and philanthropy related blogs.

    ReplyDelete
  5. Nice article with great use of you tube clips
    Make real readable and listenable pleasing experience.

    ReplyDelete
  6. અર્થ સભર ગીતો લખનાર લાલપુરી સાહેબ ની વિદાય વેળા એક સરસ યાદ તમે કર્યા આભાર

    ReplyDelete
  7. નક્શ લાયલપુરીજીની ટીવી શ્રેણીઓનાં સીર્ષક ગીતોવાળી બાજૂ તો સાવ અજાણી હતી. એ પરિચય કરાવવા બદલ આભાર.

    ReplyDelete
  8. નક્શ લાયલપુરીજીની ટીવી શ્રેણીઓનાં સીર્ષક ગીતોવાળી બાજૂ તો સાવ અજાણી હતી. એ પરિચય કરાવવા બદલ આભાર.

    ReplyDelete