આમ તો ખુરશીનો સીધો સંબંધ સત્તા સાથે આપણા મનમાં સ્થપાયેલો છે, એટલે મુખ્ય વાત એ હોય એ સ્વાભાવિક છે. પણ એ ઉપરાંત ડેન્ટિસ્ટ, વાળંદ જેવા ખુરશી આધારિત વ્યવસાય તેમજ ખુરશીની પોતાની વર્તણૂક વગેરે જેવાં વિષયોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો. સત્તાના કેન્દ્ર જેવી ખુરશીમાં પણ મુખ્ય વિષય હતું ખુરશીનું વૈવિધ્ય. એટલે કે શક્ય એટલા અલગ અલગ પ્રકારની ખુરશીઓ, જે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપતી હોય.
પહેલી વખત અજાણ્યા જણાયેલા ઘણા ચહેરા હવે પરિચીત બની રહ્યા છે, એટલું જ નહીં, તેમની સાથે કશી ને કશી વાતચીત પણ થતી રહે છે. નાનામાં નાની રમૂજનો પ્રતિઘોષ તત્ક્ષણ મળે, અને ખાસ સંજોગોમાં માહિતીની પણ પૂર્તિ થતી રહે એવા શ્રોતાઓ અહીં હોવાની ખાતરી થયા પછી આ કાર્યક્રમને વધુ ને વધુ રસપ્રદ અને વૈવિધ્યસભર બનાવતા જવાનું બળ મળતું રહે છે.
હવે આ કાર્યક્રમની આઠમી કડી મે મહિનાના ચોથા શુક્રવારે છે. દરમિયાન સાતમી કડીમાં બતાવાયેલા ખુરશીવિષયક કાર્ટૂનના કાર્યક્રમની તસવીરી ઝલક.
કાર્યક્રમ દરમિયાન. (તસવીર: બિનીત મોદી) |
અરબી ગાદી (Cartoonist: Emad Hajjaj) |
જનતાનું રક્ત એ જ સરમુખત્યારનું ઈંધણ (Cartoonist: Mohammed Sabra) |
ઈરાનની ટ્વિટર ક્રાંતિ (Cartoonist: Hassan Karimzadeh) |
No comments:
Post a Comment