Friday, September 9, 2011

હસતે હસતે મરના સીખો


મરણસાહિત્ય વિષે આપણી ભાષામાં લખાયું છે જ બહુ ઓછું એટલે એની મીમાંસાનો સવાલ ઉભો જ ન થાય ને! મીમાંસાની શાસ્ત્રીય પદ્ધતિ એ છે કે પહેલાં એની વ્યાખ્યા આપવી. એ મુજબ કહી શકાય કે મરણ પાછળ લખાતું સાહિત્ય એટલે મરણસાહિત્ય. ના, અહીં સ્મૃતિગ્રંથો કે જીવનકથાઓની વાત નથી. વાત છે મૃતક પાછળ શ્રદ્ધાંજલિરૂપે અખબારમાં આવતાં વિવિધ લખાણોની. કોલમ સેન્ટીમીટરની સ્થળમર્યાદાને અતિક્રમીને અહીં જે સર્જકતા જોવા મળે છે, એમાં ગુજરાતી વાચકોને અતિ પ્રિય એવા અધ્યાત્મ અને ચિંતનના  વાંચનપ્રકારનો અજબ સંગમ જોવા મળે છે, છતાં લોકગીતના કવિની જેમ આ પ્રકારના સાહિત્યના કર્તાના સગડ મેળવવા મુશ્કેલ છે.
હાશ! સળી ગઈ ને સુવાસ રહી. 

અલબત્ત, આ પ્રકારને એડવર્ટાઈઝીંગ એજન્સી સાથે સંકળાયેલા લોકો સિવાયનાઓએ જોઈએ એવી ગંભીરતાથી નથી લીધો. 
વડોદરાની સીટીઝન એડવર્ટાઈઝીંગ એન્ડ માર્કેટીંગવાળા મિત્ર નરેશ મહેતા આવા તૈયાર લખાણ ગોઠવેલું આલ્બમ તૈયાર રાખે છે, જેથી ગ્રાહકને યોગ્ય પસંદગીની તક તેમજ કોપી-પેસ્ટનો યોગ્ય વિકલ્પ મળી રહે. ઘણા તો એમને ફોન પર જ સૂચના આપી દે કે તમને ઠીક લાગે એ મેટર મૂકી દેજો. અને નરેશભાઈ પૂરી ગંભીરતાથી યોગ્ય મેટર ગોઠવીને તેની નીચે લખવા માટેનાં નામ પૂછીને મૂકી દે છે.
આ પ્રકારના સાહિત્યમાં અધ્યાત્મ અને ચિંતન ઉપરાંત ગુજરાતીઓને અતિ પ્રિય એવો હાસ્યનો ત્રીજો પ્રકાર પણ સમાયેલો છે. અહીં આપેલાં શ્રદ્ધાંજલિ લખાણોમાં ગંભીરતા,  ગહનતા,  લાગણી,  નિસ્બત,  નજદીકતા,  કારુણ્ય,  અસહાયતા, લાચારી, સ્વીકાર, પીડા ભારોભાર છલકે છે. પણ એ દર્શાવવા આ લખાણો અહીં નથી મૂક્યાં. સદગતને ખરાબ ન લાગે છતાં પોતાને કહેવું છે એ કહી દેવાની ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા અહીં દેખાડવામાં આવી છે. પહેલાં શ્રદ્ધાંજલિનું લખાણ વાંચો, આંખોમાં પાણી આવે ત્યાં સુધી રાહ જુઓ અને ત્યાર પછી વાંચો એના અર્થનો ટૂંકમાં કરેલો વિસ્તાર. બસ પછી રોજેરોજ છાપું ખોલો અને માણતા રહો મનોરંજન કોઈકે ખર્ચેલા રૂપિયાના ભોગે.
એટલી પૂરક માહિતી આપવી જરૂરી છે કે આ બધાં લખાણો એક જ અખબારનાં એક જ દિવસના પાનાં પરથી લીધાં છે. આના પરથી ખ્યાલ આવશે કે આ પ્રકારમાં કઈ હદની ક્ષમતા રહેલી છે. 

(દિવસ આખોરાધેગોવિંદ, રાધેગોવિંદ કર્યા કરતા સદગત કેવા ઝઘડાખોર હશે કે ભૂલ્યા ભૂલાતા નથી.)



(તમે ગયા એટલે બસ, બીજું બધું અમર છે એ તો જાણીએ છીએ. )


(લાખ લૂંટાવવાની તૈયારી? ખાતરી છે કે પૂજ્યશ્રી નથી  આવવાના.)




(બેફામ બાઈક ચલાવતો હશે ક્યાં ખબર હતી?)




(અંદાજ માંડો કે કેટલા લાખમાં નવડાવ્યા હશે મિત્રે?) 




(એમના જીવતેજીવ પ્રેરણારૂપ ન થયા, એ ગયા પછી થશે ?)



(વડલો પડે એટલે કેવડી મોટી જગા થાય?)



(કલ્પી જુઓ કે સ્વર્ગસ્થ કઈ હદે બડબડ કરતા હશે! )



(એટલે તો તમારું નામ લેતાંય દિલમાં ધક ધક થાય છે.)



(કેટલા નફ્ફટ! ખુલ્લેઆમ કહે છે કે બધું માણે છે.)


9 comments:

  1. Uttam and Madhu GajjarSeptember 9, 2011 at 9:07 AM

    ટ્રક–રીક્શા પાછળ લખેલાં લખાણો અને પરદેશોમાં કબરો પર લખાતાં લખાણો વાંચવામાં આવ્યાં છે;
    તેની રમુજી મીમાંસાયે ઘણી વાર મળી છે;
    પણ આપણાં વર્તમાનપત્રોમાં આવતાં મરણ બાદનાં અંજલીરુપ લખાણોમાંનું આવું સંકલન અને
    તેની એક વાક્યની રમુજી મીમાંસા પહેલી જ વાર જોવા મળી..

    ReplyDelete
  2. સાહિત્યનો સૌથી શ્રેષ્ઠ હાસ્ય પ્રકાર એટલે આ શ્રદ્ધાંજલીઓ.

    ReplyDelete
  3. good , innovative collection.Something new on gujnet.

    ReplyDelete
  4. MAJA AAVI GAI, NAVO SUBJECT, ANE TAMARI MARMIK TIPPANIO..JALSO PADI GYO.. BAPU.. JALSO..

    THANKS..

    ReplyDelete
  5. bapuji nee Rs.400/ ni dava lidhi hot ne to Rs 400/aa shradhanjli na n nakhva padat,ane bapuji betha pan hot.

    ReplyDelete
  6. ટુંકમાં.. લોકો સાનમાં સમજાવતા હોય છે, એમ ને..?!! ;-)

    ReplyDelete
  7. ઉત્કંઠાJanuary 17, 2012 at 3:54 PM

    સ્વર્ગસ્થની બડબડ :) :)
    ભાષાની કે પ્રૂફની ભૂલો અસહ્ય અને અર્થ બદલી નાખનારી છે. " ખબર " ને બદલે "કબર" !!!!!!!!!

    ReplyDelete
  8. દિવ્યાત્મા એસોસિએશન આપના લેખને ખાલી જગ્યા(હૃદય હતું ત્યાંની)થી વખોડી કાઢે છે. આવતી કાલથી તમારા કોમ્પ્યુટરમાંથી સ્પેલચેક અને ઓટો કરેક્ટ સુવિધાઓ ગાયબ થતી રહેશે (ચાહે નમૂના દેખ લો. . . . 'ખબર' બદલે 'કબર' થઈ ગયું!). લિ. પ્રમુખશ્રી, પીપળાની વાસ, અંતિમધામ સોસાયટી.

    ReplyDelete