Friday, September 13, 2013

મધુબાલા ઝવેરીનો સ્વરવિલય

મધુબાલા ઝવેરી 


૧૯-૦૫ -૧૯૩૫થી ૧૧-૦૯-૨૦૧૩ 

પચાસ અને સાઠના દસકાના હિન્‍દી ફિલ્મસંગીતના જાણકાર પ્રેમીઓ ઘણા છે. એમ રેડિયો સિલોનના અઠંગ શ્રોતાઓનો પણ બહોળો વર્ગ છે. આ બન્ને પ્રકારના સંગીતપ્રેમીઓ વચ્ચે એવોય મોટો વર્ગ છે, જેમને પચાસ-સાઠના દસકાના હિન્‍દી ફિલ્મસંગીતમાં રસ તો છે, પણ એ ગાળાના સંગીતની ઓળખ કેવળ લતા મંગેશકર કે આશા ભોંસલે કે બહુ બહુ તો ગીતા દત્ત કે શમશાદ બેગમના કંઠ સુધીની છે. આ દાયકાનાં અન્ય ઘણાં અદ્‍ભુત ગાયક-ગાયિકાઓથી તે ખાસ પરિચીત નથી, અથવા તો કેવળ નામપૂરતા જ પરિચીત છે. પોતાના મધુર અવાજ વડે સંગીતપ્રેમીઓનો આગવો ચાહકવર્ગ ઉભો કરનાર આ ગાળાનાં એક ગાયિકા હતાં મધુબાલા ઝવેરી, જેમનું ગઈ કાલે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ મુંબઈ ખાતે ૭૮ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.

સંગીતપ્રેમીઓના દિલમાં તેમનાં ગીતોનું આગવું સ્થાન હતું. ગિરગાંવ (મુંબઈ)ના પિતા વનજીવન ઝવેરી ગુજરાતી હતા. મધુબાલાએ માતા હીરાબાઈ અને માસી શ્યામલા મઝગાંવકર પાસેથી સંગીતની તાલિમ લીધી હતી.  એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. શ્યામલાએ ૧૯૨૯માં શ્રી સ્વામી સમર્થ સંગીત વિદ્યાલયનો આરંભ કર્યો હતો. મહિલાઓને સંગીત શીખવતી એ ત્યારે પહેલી સંસ્થા હતી. મધુબાલાએ મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ.માંથી સંગીત વિશારદ થયાં હતાં.

માત્ર પંદર- સોળ વર્ષની ઉંમરે સંગીતકાર મનોહરે તેમને ભૂલે ભટકેમાં ગાવાની તક આપી. બન્યું એવું કે ભૂલે ભટકે પછી રાજપૂતમાં હંસરાજ બહલે તેમની પાસે ચાર ગીતો ગવડાવ્યાં હતાં, જેમાં એક ગીત એકલગાન અને બાકીનાં ગીતોમાં મન્નાડે, તલત મહેમૂદ અને મહંમદ રફી જેવા ધુરંધર ગાયકો તેમના સહગાયક તરીકે હતા. પછી મળેલી ફિલ્મ રાજપૂત’(૧૯૫૧) પહેલી રજૂ થઈ ગઈ, અને પહેલી મળેલી ફિલ્મ ભૂલેભટકે’(૧૯૫૨) પછી રજૂ થઈ.

રાજપૂત’(૧૯૫૧)નું આ ગીત મધુબાલા ઝવેરીની સાથે મન્નાડે અને તલત મહેમૂદે ગાયું છે, જેના સંગીતકાર છે હંસરાજ બહલ.


આ ગાયિકાના અવાજે સંગીતકારોનું તેમજ સંગીતપ્રેમીઓનું ધ્યાન આકર્ષિત કર્યું. હંસરાજ બહલનાં તો એ પ્રિય ગાયિકા બની રહ્યાં. ૧૯૫૨માં રજૂઆત પામેલી જગ્ગુ ફિલ્મમાં કુલ સાત ગીત હતાં, જેમાંના પાંચ ગીત હંસરાજ બહલે મધુબાલા પાસે ગવડાવ્યાં હતાં.
આમાંનું એક અદ્‍ભુત ગીત મધુબાલા ઝવેરીના અવાજમાં.


૧૯૫૮માં તેમનાં લગ્ન મદનમોહન ચાવલા સાથે થયાં. ત્યાર પછી તે મધુબાલા ચાવલા બન્યાં, પણ સંગીતપ્રેમીઓ માટે તે સદાય મધુબાલા ઝવેરી જ રહ્યાં. તેમનાં સંતાનોમાં દીકરો રાજીવ અને દીકરીઓ માધવી તેમજ તેજશ્રી છે.

પોતાની કારકિર્દીના ટોચના ગાળામાં તેમને એક ગીત ગાવા બદલ અઢીસો રૂપિયા મળતા હતા.
ઑલ ઈન્‍ડીયા રેડીયો, મુંબઈ ખાતે તેમણે ગુજરાતી, મરાઠી, હિન્‍દી અને કોંકણી ગીતો પ્રસ્તુત કર્યાં હતાં. ૧૯૬૦માં તેમણે મહંમદ રફી, સંગીતકાર બેલડી હુસ્નલાલ ભગતરામ, શાર્દૂલ ક્વાત્રા સાથે આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. એ પછી ૧૯૮૧માં તેમણે અમેરિકાનો સંગીતપ્રવાસ કર્યો હતો અને વિવિધ સ્થળે કાર્યક્રમ આપ્યા હતા.

મધુબાલા ઝવેરી દ્વારા ગવાયેલાં ગીતોની સંખ્યા ૧૦૦ થી ૧૧૦ની આસપાસ હશે. છતાં તેમનાં ગીતોને સંગીતપ્રેમીઓ આજેય ભૂલ્યા નથી. 
તેમણે હિન્‍દી અને મરાઠી ઉપરાંત મૂળુ માણેક’(૧૯૫૫), નાગદેવતા’(૧૯૫૫), સતી આણલદે’(૧૯૫૬) જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયાં હતાં.

પહેલાં મધુબાલા ઝવેરીએ ગાયેલાં કેટલાંક ગીતોની ઝલક: 

પ્યાર કી રુત દોરંગી સાજન (અપની ઈઝ્ઝત, ૧૯૫૨) તલત  મહેમૂદસાથે 


*** 
જાયેગા જબ યહાં સે (મોતીમહલ, ૧૯૫૨) રફી સાથે


***
ઠહર જરા ઓ જાનેવાલે (બૂટ પોલિશ, ૧૯૫૩) મન્નાડે, આશા સાથે


*** 

                                              દેખો ચંદા સે ખેલે સિતારે (દોસ્ત, ૧૯૫૪)


*** 

એ જજ્બા-એ-દિલ, બેજાર ન હો (શિશે કી દીવાર, ૧૯૫૪)


*** 

આયે જી આયે, દિન પ્યારે પ્યારે (ગીતાદત્ત સાથે, રિયાસત, ૧૯૫૫)


*** 

સબ શિકવે મિટે દિલ કે, આપસ મેં ગલે મિલ કે (મુકેશ સાથે, ખૈબર, ૧૯૫૫) 


*** 

'ખૈબર'ના મુકેશ સાથેના આ ગીત વિના મધુબાલા ઝવેરીની વાત અધૂરી ગણાય. 


*** 

એ મેરી મહેબુબ માંગ લે જો તુઝકો હો મંજૂર  (મ. રફી સાથે, અંધકાર ૧૯૫૫)



ભાષા કોઈ પણ હોય, મધુબાલા ઝવેરીના સ્વરનો જાદુ એવો ને એવો રહ્યો છે. એ હકીકતનો અહેસાસ 
કરાવતાં આ બે મરાઠી ગીતો. 

एका तळ्यात होती (फिल्म:सुखाचे सोबती,1958)


*** 

गडे पाहुनका


'મૂળુ માણેક'(૧૯૫૫) માટે મધુબાલા ઝવેરીએ ગાયેલી કવિ કરસનદાસ માણેકની અમર ગુજરાતી રચના 'મને એ જ સમજાતું નથી' ને ઈન્‍દુકુમાર પારેખે સંગીતબદ્ધ કરી છે.
[ (મને સમજણ ન પડે એવા કોઈ) ટેકનીકલ કારણોસર આ લીન્‍કની યૂ ટ્યુબ વિડીયોમાં અવાજ સંભળાતો નથી, પણ આ લીન્‍ક પર ક્લીક કરીને સીધા યૂ ટ્યુબ પર જવાથી ગીત સાંભળી શકાશે.]


મધુબાલા ઝવેરીનાં ગીતો જે હિન્‍દી ફિલ્મોમાં લેવાયેલાં છે તેની યાદી આ મુજબ છે. કૌંસમાં સંગીતકારનાં નામ જણાવેલાં છે. તેના પરથી અંદાજ આવી શકશે કે તેમણે કેટલાં વૈવિધ્યપૂર્ણ ગીતો ગાયાં છે. 
આ ગીતો ઉપરાંત બે વર્ઝન ગીતો પણ મધુબાલા ઝવેરીએ ગાયાં હતાં. એક હતું 'ચાચા ચૌધરી'(૧૯૫૩)નું 'હંસના ગાના મૌજ મનાના', જે અસલમાં આશા અને મ.રફીએ ગાયું હતું. બીજું ગીત હતું 'પતિતા'(૧૯૫૩)નું 'કિસીને અપના બના કે મુઝકો મુસ્કુરાના સીખા દિયા', જે મૂળ લતાએ ગાયું હતું. 

૧૯૫૧:

રાજપૂત (હંસરાજ બહલ)

૧૯૫૨:

ભૂલે ભટકે (મનોહર), અપની ઈઝ્ઝત(હંસરાજ બહલ), જગ્ગુ(હંસરાજ બહલ), મોતીમહલ(હંસરાજ બહલ), રાજરાની દમયંતી(અવિનાશ વ્યાસ), રેશમ(હંસરાજ બહલ), લંકાદહન(હંસરાજ બહલ), હમારી દુનિયા (શ્યામબાબુ પાઠક)

૧૯૫૩:

ચાર ચાંદ(મનોહર), ઝાંઝર(સી.રામચંદ્ર), દાનાપાની(મોહન જુનિયર), ધર્મપત્ની(જમાલ સેન), નૌલખા હાર(ભોલા શ્રેષ્ઠ), ભાગ્યવાન(અવિનાશ વ્યાસ), મલિકા સલોમી(કૃષ્ણ દયાલ), બૂટ પોલિશ(શંકર જયકિશન) 

૧૯૫૪:

કસ્તૂરી(જમાલ સેન), ખૈબર(હંસરાજ બહલ), ગોલકુંન્‍ડા કા કેદી(દત્તા ડાવજેકર/જગન્નાથ), દોસ્ત(હંસરાજ બહલ), પેન્‍શનર(હંસરાજ બહલ), રમ્મન(વિનોદ), શીશે કી દીવાર(શંકર દાસગુપ્તા), સંગમ(રામ ગાંગુલી), હનુમાનજન્મ (ઉર્ફે સતી અંજની, હંસરાજ બહલ)

૧૯૫૫:

ખાનદાન(એ.આર.કુરેશી), જય મહાદેવ(મન્નાડે), જાસૂસ(ઈકબાલ), દરબાર(હંસરાજ બહલ), બિન્‍દીયા(સ્નેહલ ભાટકર), માનો ન માનો (યાનિ અંધકાર, હંસરાજ બહલ)), રિયાસત(અવિનાશ વ્યાસ), શાહ બહરામ(હંસરાજ બહલ), પોસ્ટ માસ્ટર(રામ ગાંગુલી), સલામ-એ-મહોબ્બત (બિપીન-બાબુલ)

૧૯૫૬:

અનુરાગ(મુકેશ), અનોખા જંગલ(ઈકબાલ), આસ્તિક(નારાયણ), દીવાલી કી રાત(સ્નેહલ ભાટકર), નકાબપોશ(ઘૂમીખાન), બાદલ ઔર બીજલી(બિપીન-બાબુલ), સુલતાના ડાકૂ(બિપીન-બાબુલ)

૧૯૫૭:

આદમી(રામનાથ), કૃષ્ણસુદામા(હુસ્નલાલ-ભગતરામ), જીવનસાથી(બુલો સી.રાની), નાગપદમિની(સન્મુખબાબુ ઉપાધ્યાય), જિપ્સી(ઈકબાલ)

૧૯૫૮:

ગૌરીશંકર(શિવરામ), કલ ક્યા હોગા (નિસાર)

૧૯૫૯:

હીરો નં.૧ (ઈકબાલ)

૧૯૬૧:

અપ્સરા(હુસ્નલાલ-ભગતરામ), ભગવાન બાલાજી(પી.નાગેશ્વરરાવ), મુરાદ (હનુમાનપ્રસાદ  ત્રિલોકી)

૧૯૬૮:

લંદન એક્સપ્રેસ (રોબીન બેનર્જી)

**** 

તેમની મરાઠી ફિલ્મોની યાદી પણ આ મુજબ છે, જે હિન્‍દી ફિલ્મોની યાદીની જેમ જ હરીશ રઘુવંશીએ તૈયાર કરી છે. 


मधुबाला झवेरी की मराठी फिल्में:

1954:

संसार करायचाय मला

1956:

देवघर, कांही खरं नाही, पसंत आहे मुलगी, वाकडं पाउल

1957:

प्रिती संगम, नवरा म्हणू नये आपला, झाकली मूठ, देवाघरचे लेणं, आई माला क्षमा कर

1958:

सुखाचे सोबती, धाकटी जाउ

1959:

सांगते ऐका 

1960:

वनकेसरी, संगत जडली तुझी आन्‍ माझी, सख्या सावरा मला, पैशाचा पाउस, पंचारती, अवधाची संसार

1961:

वैजयंता, शाहीर परशुराम

1962:

प्रिती विवाह, भाग्यलक्ष्मी

1964:

काय हो चमत्कार

1966:

तुंच माझी वहीणी

1970:

झाला महार पंढरीनाथ

1974:
सौभाग्यकांक्षिणी 

૫ એપ્રિલ, ૧૯૯૭ના દિવસે મુંબઈના બીરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલા હિન્‍દી ફિલ્મ ગીતકોશના તૃતીય ખંડના દ્વિતીય સંસ્કરણના વિમોચન પ્રસંગે હાજરી આપવાનું બન્યું હતું. આ પ્રસંગે મધુબાલા ઝવેરી સહિત એ ગાળાની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. એ પ્રસંગે લીધેલી મધુબાલા ઝવેરીની તસવીર.

મધુબાલા ઝવેરી 

(ડાબેથી): મધુબાલા ઝવેરી (ચાવલા), મનોહર મહાજન,
સુલોચના કદમ (ચવ્હાણ) 

પચાસ-સાઠના દાયકાના સંગીતનો જાદુ બરકરાર રહેશે ત્યાં સુધી મધુબાલા ઝવેરીનાં ગીતો પણ સંગીતરસિયાઓના હૈયે ગૂંજતાં રહેશે.

(માહિતી અને  ફિલ્મોગ્રાફી: હરીશ રઘુવંશી, સુરત)

 (વિશેષ આભાર: અમદાવાદના સંગીતપ્રેમી-લેખક ડૉ. પદ્મનાભ જોશીનો, જેમણે 'મૂળુ માણેક'ના ગુજરાતી ગીતના ઓડિયો ફોર્મેટને જહેમતપૂર્વક વિડીયો ફોર્મેટમાં ફેરવીને મોકલી આપ્યું.) 

(તસવીરો‌ બીરેન કોઠારી) 

10 comments:


  1. આ લેખ માટે આપને અને આપના મિત્રોને અભિનંદન. તમે લોકો તો હદ કરો છો. ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ આપના ઉપકારી રહેશે.ક્યાં કયાંથી શોધી લાવો છો.

    ReplyDelete
  2. મને તો એમનું નામ સુદ્ધાં ખબર નહોતી. પણ તેઓ એક "જેમ -GEM " હતા. મારા પ્રણામ.

    ReplyDelete
  3. hats off,BIPEN JI,
    yu did a good job,i never knew that MZ,was a gujju,
    it saddens that such a beautiful voice left gor ginal abode,
    RIO,
    abahar,
    rahim bhai

    ReplyDelete
  4. મધુબાલા ઝવેરીના આત્માને ચીરશાંતિ મળે એવી પ્રાર્થના સાથે તેમનાં ગીતો મૂકીને સાચા અર્થમાં અંજલિ આપનારા તમે અભિનંદનના અધિકારી છો. હરીશભાઈ પાસે તો બહુ મોટો ખજાનો છે અને તમે તેનું બખૂબી દોહન કરો છો અને અમને સૌને લાભાંવિત કરો છો એ બદલ આભાર....

    ReplyDelete
  5. Biren ji,
    Excellent post.
    Thanks for all the information.
    You are always the First !
    -AD

    ReplyDelete
  6. શ્રી બિનીતભાઈ,

    સરસ લેખ. સ્વરવિલય શબ્દ બહુ યોગ્ય રીતે વપરાયો છે.

    મધુબાલા ઝવેરીના સ્વરમાં ગવાયેલું ૧૯૫૬ના ચિત્રપટ સતી આણલદેનું ગીત ‘પૂનમ તારાં અજવાળાં ઓછાં પડ્યાં’ ક્યાંયથી કોઈની પણ પાસેથી મળી શકે તેમ છે ? એ ગીત સાંભળવાની અને શોખિનોને સંભળાવવાની ઘણી ઈચ્છા છે.

    ‘જાયેગા જબ યહાં સે કુછ ભી ન પાસ હોગા’ ગીત નાનપણમાં સાંભળી સાંભળીને હું મોટો થયેલો છુ.

    -માવજીભાઈના પ્રણામ

    ReplyDelete
  7. શ્રી બિરેનભાઈ, 1997નાં શ્રી હરમંદિર સિંહ 'હમરાઝ' દ્વારા સંપાદીત ફિલ્મી કોષ ભાગ-3 ની સુધારેલી આવૃતિનાં વિમોચન પ્રસંગ નો આપે જે ઉલ્લેખ કર્યો છે, તેમાં મને અને સુરતનાં બીજા કેટલાક મિત્રોને પણ શ્રી હરીષભાઈ રધુવંશીની રાહબરી હેઠળ પહેલી વાર આવા કોઈ પ્રસંગમાં અને તે પણ મુમ્બઈ જેવા શહેરમાં હાજરી આપવાની શ્રી ક્રિષ્નકાંતજી (કે જેઓ સાથે સુરતથી જ હરીષભાઈ દ્વારા પરિચય થઈ ચૂક્યો હતો) સિવાયંની બધી ફિલ્મી કે રેડિયો પ્રસારકોની (શ્રી અમીન સાયાની સાહેબ સહીત) રૂબરૂ નિહાળવાની પ્રથમ તક મળી હતી અને મધૂબાલા ઝવેરી ની ઓળખાણ કાર્યક્રમનાં સંચાલક શ્રી મનોહર મહાજનજીએ તેમનાં એક્લ ગીત 'તૂઝે મિલકે બહોત પછતાયે' ની પ્રથમ પંક્તી લલકારીને આપી હતી અને શ્રોતાઓને જ પૂછ્યૂં હતું, કે બોલો આ કલાકાર કોણ છે અને અનેક શ્રોતાઓએ તેમનું સાચું નામ સમૂહ અવાજમાં જણાવ્યું હતું. તે પ્રસંગ મનની સામે તાજો થયો. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

    પિયુષ મહેતા-સુરત

    ReplyDelete
  8. Priya Biren Bhai, What's going wrong with our " Indian Silver Screen " ? on 7th Sept.'13 we experienced " SHABDA-VILAY" (Geetkaar Vitthalbhai Patel) and within four days, on 11 th Sept 2013 the GOLDEN VOICE of 50s, (" SWAR VILAY " )?in the form of " MADHUBALA ZAVERI ( CHAWLA) ". We above 70s are living with great love for " OLD & GOLD " Lyricists and Singers, Music directors. MELODY of those days is LIKED by present "YOUNG GENERATION " in form of FUSION . You "GR8 TRIO" have truly " CONTRIBUTED " a lot in the form of " BLOG" by yourself, INFORMATION from the BIG TREASURE ( AKSHAY PATRA) of HARISH RAGHUVANSHI) and "SPECIAL IN PUT " by Music Lover and Author Dr. Padmnabh Joshi. THANKS to you all for such "SUPERB" contribution by which we at far from MOTHERLAND, INDIA at " CANBERRA-AUSTRALIA; got very NICE material. Our hearty Prayer to Almighty GOD for ETERNAL PEACE to the "GREAT DEPARTED SOUL " of MADHUBALA ZAVERI ( CHAWLA). OM SHANT ! SHANTI ! ! SHANTI ! ! !

    ReplyDelete
  9. Many thanx to all the friends who have responded warmly and thus encouraged me. I've also added a Gujarati song of Madhubala Jhaveri from film 'Muloo Manek'(1955).

    ReplyDelete
  10. I have no words I came to know death of m z from net by harish raghuvanshi in september we have also lost vithhalbhai patel please keep it up thanks madhusudan bhatt rajkot

    ReplyDelete