tag:blogger.com,1999:blog-1914616076280334562.post5884175320371820731..comments2023-12-07T11:15:18.237+05:30Comments on Palette: પાકિસ્તાનના પ્રવાસે (૧)Biren Kotharihttp://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1914616076280334562.post-82417454000390848902017-10-15T20:42:05.982+05:302017-10-15T20:42:05.982+05:30પુર્વીબેન, તમારો પાકિસ્તાનનો પ્રવાસ વાંચ્યો. આપણા ...પુર્વીબેન, તમારો પાકિસ્તાનનો પ્રવાસ વાંચ્યો. આપણા જ દેશનો એક ભાગ. આજે સીતેર વરસ પછી પણ એવા અનેક પરિવારો હશે જે પોતાના ખોવાયેલા ભુતકાળને એકબીજાના દેશમાં ખોળતા હશે. ખરેખર સામાન્ય પ્રજાને આવી કોઇ દુશ્મની હોતી નથી. સ્થાપિત હીતો ને પોતાની સ્વાર્થીં મહ્ત્વકાંક્ષા સંતોષવા એવા નેતા ઓ લાખો લોકોને યાતનામાં ધકેલી દેતા હોય છે. કોમી હુલ્લડમાં પણ ભોગ તો ગરીબ જનતાનો જ લેવાતો હોય છે. આપણને સારા પાડોશી કે મિત્રો તરીકે અનેક મુસ્લીમ લોકોનો રોજ ભેટો થતો જ હોય છે. મને તો થયો જ છે. તમારા કહેવા પ્રમાણે સામાન્ય પ્રજા તો બધે સરખી જ હોય છે. જીસસે કહ્યુ છે કે પાડોશીને પ્રેમ કરો, આપણે ત્યા એમ કહેવાય કે પ્રથમ સગો પાડોશી. પણ વાસ્તવમાં પ્રથમ દુશ્મન પાડોશી. એવુ જ પુરવાર થયુ ને કમનસીબે જ તો. કોઇ કવિએ સાચુ જ કહ્યુ છે તો હવે તો ઉપરથી રામરહીમસાથે નીચે આવે ને લોકોને સમજાવે તો કામ થાય. બાકી ગાંધી જેવા કેટલાય આત્મા પ્રયત્ન કરતા કરતા ગોળીએ વિંધાઇ ગયા. બાકી તમારી હિંમતને દાદ આપુ છુ,vimla hirparahttps://www.blogger.com/profile/17370261141923198230noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-76579409108546419662012-07-01T18:46:23.085+05:302012-07-01T18:46:23.085+05:30This is still the physical description of the mula...This is still the physical description of the mulak. (land)
Little more interactions with the citizens will make a better travelogue.Rajnikant SHAHnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-39649413802776589222012-07-01T15:15:16.222+05:302012-07-01T15:15:16.222+05:30ઋતુલ, ધૈવત, તુષાર- તમારા બધાના કારણે ઇન કેસ મને બુ...ઋતુલ, ધૈવત, તુષાર- તમારા બધાના કારણે ઇન કેસ મને બુકિંગ ન મળે તો મંટોની કબર પર આપણા વતી જે કંઇ કરવાપાત્ર હોય તે કરી દેજો.
સરસ સિરીઝ છે. એક જમાનામાં મેગેઝીનો આવાં કામ કરતાં હતાં. હવે એ ન કરે તો કંઇ નહીં. આ બ્લોગ તો છે.urvish kotharinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-71085453044681121182012-07-01T13:16:36.749+05:302012-07-01T13:16:36.749+05:30હેમંત જાની, તમારું મન સાચું જ કહે છે. શીર્ષકમાં ફિ...હેમંત જાની, તમારું મન સાચું જ કહે છે. શીર્ષકમાં ફિલ્મીગીતની પંક્તિઓનો ઉપયોગ કરવાનો વિચાર પેલેટના કર્તાહર્તા બિરેનભાઈનો જ છે.ભરતકુમાર ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-72681629203183169392012-06-30T21:54:09.972+05:302012-06-30T21:54:09.972+05:30લેખની રસાળ શૈલી ની સાથે સાથે ફિલ્મી ગીતોની કડીઓ જો...લેખની રસાળ શૈલી ની સાથે સાથે ફિલ્મી ગીતોની કડીઓ જોડીને તેણે
ઔર માનવા લાયક બનાવી છે... ધન્યવાદ પૂર્વીબેન.. જો કે મારું મન તો કહે
છે કે આ ફિલ્મી ગીત-પંક્તિ નો આઈડીયા તો બીરેનભાઈ નો જ હશે.. સાચું ?
કોઈ તો કહો...

હેમંત જાનીHemant Jani. London UK.noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-36059860736002125602012-06-30T20:42:29.819+05:302012-06-30T20:42:29.819+05:30Thanks. what about part II ?Thanks. what about part II ?prafull ghorechanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-32693063578350884962012-06-30T20:01:44.784+05:302012-06-30T20:01:44.784+05:30પાકિસ્તાન પ્રત્યેનું મને ખૂબ વળગણ છે.. મારો સમગ્ર ...પાકિસ્તાન પ્રત્યેનું મને ખૂબ વળગણ છે.. મારો સમગ્ર જ્ઞાતિ-સમાજ પાકિસ્તાનના થરપારકરના રણ પાસે આવેલા નગરપારકર અને આસપાસના ગામડાઓમાંથી ભાગલા સમયે ભારત સ્થાયી થયેલો છે. હજી પણ જ્ઞાતિના કેટલાક કુટુંબો કરાંચી અને આસપાસના અમુક ગામોમાં વસે છે અને ત્યાંથી છોકરીઓ લેવાનો રિવાજ છે (પાકિસ્તાનનું નામ પડતાં છોકરી આપવાનો રિવાજ આપોઆપ નાબૂદ થઈ જાય છે). વડવાઓના મૂળિયાં ત્યાં હોવાથી ત્યાંના ગામડાઓ સુધી પહોંચવાનું મને ખૂબ આકર્ષણ છે અને એટલા માટે જ જ્યાંથી મળે ત્યાંથી પાકિસ્તાનની સંસ્કૃતિ વિષે જાણવાનો પ્રયત્ન કરતો રહું છું. પાકિસ્તાન જવાની ઉત્સુકતા ધરાવતા મિત્રોએ ખુશવંત સિંઘની બુક "Train to Pakistan" વિષે તો સાંભળ્યુ જ હશે પણ ગુજરાતીમાં પત્રકાર-લેખક દિગંત ઓઝાનું "પાકિસ્તાન : માટીની ગંધ અને ભીનો સંબંધ" નામનું પુસ્તક વાંચવા જેવુ ખરું. એમાં એમણે ચિત્રલેખા વતી ચૂંટણીના કવરેજ માટે 80ના દાયકામાં પાકિસ્તાનના ગામડાઓમાં સ્થાનિક લોકો સાથે ટ્રક અને જીપોમાં બેસીને જે પ્રવાસ કર્યો છે એનું અને પાકિસ્તાનની ત્યારની સ્થિતિનું ખૂબ સરસ રીતે ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. મારી જાણ મુજબ દિગંતભાઈ ઓઝા પછી ચિત્રલેખા વતી તાજેતરમાં જ પાંચેક વર્ષ પહેલા હિરેન મહેતા પાકિસ્તાન જઈ આવ્યા છે. ભવિષ્યમાં એમની પાસેથી કૈંક વાંચવા મળે એવી અપેક્ષા..

ધૈવતભાઈ અને ઋતુલભાઈ તમે જાઓ તો મને લઈ જજો યાર. રહેવાની સગવડ મારા સમાજના લોકો સાથે મળીને એમના ત્યાં જ કરાઇ આપીશ. શાકાહારી ખાવાનું નફામાં :P

દરેક ભારતીય જે દેશ વિષે જાણવા માટે આતુર છે એના રસાળ વર્ણન માટે લેખિકાને અભિનંદન . બીરેનભાઈ તમારો તો માનીએ એટલો આભાર ઓછો છે. આમ જ અવનવું પીરસતા રહો એવી કામના.Tushar Acharyahttp://twitter.com/ttushar0noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-32070100393822716872012-06-30T18:06:42.039+05:302012-06-30T18:06:42.039+05:30થોડા સમય પર રાજકોટના 'ફૂલછાબ' દૈનિકમાં માં...થોડા સમય પર રાજકોટના 'ફૂલછાબ' દૈનિકમાં માં આ લેખિકાનો આજ લેખ છપાયો હતો.
પાકિસ્તાનના શહેરો વિષેની તેમની આ 'ડાયરી' નોંધ ઘણી માહિતી આપી દે છે,ભારતના
લોકો માટે તો ત્યાં જવા કિલ્લેબંધી છે!! અને જે જાય છે તે લગભગ ભારતના મુસ્લિમો છે
અને પોતાના સગાંઓને મળીને કુટુંબ જાત્રા કરી આવતા હોય છે.પાકિસ્તાન વિષેતો
પશ્ચિમના ઘણાં દેશો 'દસ્તાવેજી'ફિલ્મો બનાવે છે તેમાંથી કંઈ કંઈ જાણવા મળતું રહે છે.
બાકી તો બીજી વાતોના 'ખેર સલ્લાં'!! તેમનો બીજો ભાગ પણ આપશો.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-34030136381198241252012-06-30T17:33:14.532+05:302012-06-30T17:33:14.532+05:30Kyaa baat hai... Dhaivat Trivedi! ચોક્કસ લાહોર જઈશ...Kyaa baat hai... Dhaivat Trivedi! ચોક્કસ લાહોર જઈશું અને ભગતસિંહ-આઝાદ વગેરેએ ક્યાં-શું કરેલું તેવી એક ટૂર કરતા આવીશું.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-76969413505569564782012-06-30T16:10:56.905+05:302012-06-30T16:10:56.905+05:30આદરણીય પૂર્વિજી દ્વારા ખૂબજ સુંદર અને કથા વસ્તુમાં...આદરણીય પૂર્વિજી દ્વારા ખૂબજ સુંદર અને કથા વસ્તુમાં ઝકડી રાખે તેવું સચોટ અને રોચક વર્ણન દર્શાવવામાં આવેલ છે. તેમના વિશે વધુ શું કહું? તેમની અનેક કૃતિઓ અને લેખ અમારા બ્લોગ 'દાદીમા ની પોટલી' પર મૂકવા માટે અમોને તેઓએ સહભાગી બનાવેલ છે એટલું જ નહિ તેઓ સદા અમારા હિતચિંતક તેમજ માર્ગદર્શક રહ્યા છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.અશોકકુમાર - 'દાસ'https://www.blogger.com/profile/02087702220170545047noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-52220449176102332722012-06-30T15:44:08.412+05:302012-06-30T15:44:08.412+05:30બહુ જ ગમ્યું. બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઉં છું...બહુ જ ગમ્યું. બીજા ભાગની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.
ધન્યવાદ પૂર્વી મોદી મલકાણ. આભાર બિરેનભાઈ, લિન્ક શેર કરવા માટે. બીજા ભાગ અંગે પણ ઈંગિત કરશો તો બહુ જ ગમશે.
રુતુલ, આપણે સાથે જઈશું... જીસને લાહોર નહિ દેખા - ઉસમેં તો હમ ભી હૈ યારDhaivat Trivedinoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-71108930768641103162012-06-30T11:59:46.524+05:302012-06-30T11:59:46.524+05:30પુરવીબહેનનું લખાણ એક સિદ્ધહસ્ત લેખિકા જેવુ છે....વ...પુરવીબહેનનું લખાણ એક સિદ્ધહસ્ત લેખિકા જેવુ છે....વધુ વિગતોનો ઇંતજાર છે....ખૂબ સરસ..Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-28794623744360273262012-06-30T11:51:07.580+05:302012-06-30T11:51:07.580+05:30જેમ આફ્રિકામાં આપણા ઘણા લોકો હોવા છતાં તે ખંડ વિષ...જેમ આફ્રિકામાં આપણા ઘણા લોકો હોવા છતાં તે ખંડ વિષે આપણે બહુ ઓછું જાણીએ છીએ. એવી જ રીતે આજે પાકિસ્તાન આટલું પોતીકું હોવા છતાં તેને એક અજાણ્યો અને વળી 'ભયજનક' દેશ ગણવામા આવે છે. હવે તો વિષનું વાવેતર બંને દેશોમાં એટલું વધી ચુક્યું છે કે મીઠાં ફળ ભાગ્યે જ મળે. આવે વખતે ભલે ત્રીજા દેશમાંથી, પણ આપણી વ્યક્તિ આવું સુંદર પ્રવાસવર્ણન કરે તો પાડોશી દેશ વિષે જાણવા મળ્યું અને આજની વાસ્તવિકતા પણ સમજી શકાઈ.
જો અમેરિકન નાગરિકોને આવા સંયોગોનો સામનો કરવાનો હોય તો આપણે તો ક્યાંથી છટકી શકીએ? બીજી કડી ઉપરાંત પણ આ વર્ણન ચાલુ રહે એમ ઈચ્છું છું, જે પૂર્વીબેનનો આમ અંગત, પણ આમ વહેંચાયેલો અનુભવ રહેશે.
સ્વાગત.
સ્વાગત તેમના લખાણનું અને તમારી આવી સુંદર પહેલનું.સુધા મહેતાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-18040941281963857432012-06-30T08:17:05.184+05:302012-06-30T08:17:05.184+05:30"જિસને લાહોર નહિ દેખા વો જન્મ્યા હી નહિ"..."જિસને લાહોર નહિ દેખા વો જન્મ્યા હી નહિ" વાળી કહેવત અને પછી તો વિખ્યાત નાટકનું નામ સંભાળીને વારંવાર એવું થાય છે કે પાકિસ્તાન જવું જોઈએ. વળી, ભગતસિંહ પણ લાહોરની કોલેજમાં ભણતા હતા. તેમને તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિ મુખ્યત્વે લાહોરમાં તો કરેલી. પાકિસ્તાનના સર્જન સાથે જે દિલો-દિમાગ પર સીમાડા ખેંચાઈ ગયા છે તેના લીધે આપણે એ પણ ભૂલી ગયા છીએ કે આપણા ઇતિહાસના ઘણા મહત્વના બનાવો એ દેશમાં બનેલા. મારી દિલની ઈચ્છા છે કે એક વાર લાહોર અને કરાંચી જવું. જોઈએ તો ખરી કે છેલ્લા ૬૦-૬૫ વર્ષનો વેર-ઝેરનો ઈતિહાસ મજબૂત છે કે છેલ્લા પાંચ હજાર વર્ષનું સાંસ્કૃતિક આદાન-પ્રદાન. મહંમદ હનીફ અને મોહસીન હમીદ જેવા લેખકોની નવલકથાઓ વાંચી પણ આ ઈચ્છા બળવત્તર બને છે.બહુ જ સરસ, ઝીણવટભર્યું લેખન. તે પણ પાકિસ્તાનના યાદગાર પ્રવાસ જેવો વિષય... પૂર્વીબેનને ખૂબ અભિનંદન. સાથે સાથે અગામી લેખની તાલાવેલી પણ રહે જ છે. (ઈન્ટરનેટ પર સર્ચ કરીને જોઈ રાખ્યું છે કે કેટ-વિલિયમના લગન પછી પાકિસ્તાનમાં શું બનેલું?). પૂર્વીબેન, તમે માણસને બહુ સહજતાથી માણસની જેમ જ જુવો છો અને તેના પર ધર્મ, દેશ વગેરેનું લેબલ લગાડીને જોતા નથી, તે જાણીને સંતોષ થયો. આ પ્રકારના લોકોની સંખ્યા દુનિયામાં ઝડપથી ઘટતી જાય છે.

અને બીરેનભાઈને પણ અભિનંદન. આ પ્રકારની લેખમાળા માટે બ્લોગ પર જગ્યા આપવાની જે પ્રથા શરૂ કરી છે, તેના લીધે મજા-મજા પડી જાય છે. નવું-નવું વાંચવા મળે છે અને નવા મિત્રો સાથે મુલાકાત થાય છે.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-56726119690855303702012-06-30T02:05:53.128+05:302012-06-30T02:05:53.128+05:30પૂર્વીબેન,અલ્લા કસમ! ૭૫ વરસની ઉંમરે પણ પાકિસ્તાન (...પૂર્વીબેન,અલ્લા કસમ! ૭૫ વરસની ઉંમરે પણ પાકિસ્તાન (ભગીની દેશ) વિષે આટલું મેં આજે પહેલવહેલા જાણ્યું. શોધખોળ કરવી પડશે કે આવું સુંદર વર્ણનાત્મક લખાણ
પાકીસ્તાન વિષે બીજે ક્યાં વાંચવા મળે?? પૂર્વીબેન, સારું થયું કે તમે લંગડાતે લંગડાતે જઈને પણ અમને આટલું સરસ- કોઈ પણ જાતના મનમાં સંઘરાએલા પૂર્વદ્વેષ વગર લેખ લખ્યો. ધન્યવાદ.
અનુસંધાન જલ્દી વાંચવા મળશે એવી આશા..
(અમારા ફેમીલી ડોક્ટર યાસ્મીન હસન પાકિસ્તાની છે.)Sumant Vashi, Chicagonoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-30106899938573432072012-06-30T00:06:16.803+05:302012-06-30T00:06:16.803+05:30પૂર્વીબેનને અભિનંદન સાવ પાસેની તો ય જોજનો દૂરની પડ...પૂર્વીબેનને અભિનંદન સાવ પાસેની તો ય જોજનો દૂરની પડોશી ધરતીનો પરિચય કરાવવા બદલ. તમારી શૈલી ને વર્ણન જકડી રાખે, એવા છે. પણ અત્યારે આ વાંચીને જે પ્રશ્ન ઉઠે છે, તે એ જ કે - આ પ્રવાસમાળાનો બીજો ભાગ ક્યારે?ભરતકુમાર ઝાલાnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1914616076280334562.post-26962294043273847672012-06-30T00:04:50.260+05:302012-06-30T00:04:50.260+05:30ઘણુ રોચક અને પ્રવાહી વર્ણન છે. એમ ના લાગે કે આ લેખ...ઘણુ રોચક અને પ્રવાહી વર્ણન છે. એમ ના લાગે કે આ લેખિકા નવાં છે. બહેન પુર્વીને વિનંતી કે હજુ આવા વધુ વર્ણનો આપે.રજનીકુમાર પંડ્યાnoreply@blogger.com